E-Paper

થરા કોલેજ ની NSS ની વાર્ષિક શિબિર ઇન્દ્રમાણા ગામે સમાપન સમારોહ યોજાયો..

થરા કોલેજ ની NSS ની વાર્ષિક શિબિર ઇન્દ્રમાણા ગામે સમાપન સમારોહ યોજાયો

હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના NSS વિભાગ દ્વારા પ્રેરિત અને શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યાસંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ અને શ્રીમતી લીલાવાતિબેન બાપુલાલ ગુંજારીયા કૉમેર્સ કોલેજ, થરા આયોજિત એન. એસ. એસ. વિભાગની વાર્ષિક શિબિર તા 27/01/2026 થી તા. 2/02/2026સુધી ઓગડ તાલુકાના ઇંદ્રમાણા ગામે યોજાય છે. કોલેજ ના પ્રિન્સિપાલ ડો. ડી. એસ. ચારણ ના માર્ગદર્શન માં આ શિબિરનો સમાપન સમારોહ તા.02/02/26 ના રોજ યોજાયો હતો. આ શિબિર ની થીમ *બેટી બચાવો બેટી પઢાવો**છે.આ પ્રસંગે કાંકરેજ તાલુકા કેળવણી મંડળ ના મંત્રી જીતેન્દ્ર કુમાર સી. ધાણધારા પૂર્વ જિલ્લા પ્રમુખ ચમનજી રાઠોડ ઉર્ફે બલાજી, શ્રી અજીત ભાઈ ધાણધારા કોલેજ ના પૂર્વ પ્રિન્સિપાલ ડો. હેમરાજ ભાઈ પટેલ,ગામના સરપંચ શ્રી ભીખી બેન પ્રજાપતિ સામાજીક અગ્રણી રમેશભાઈ પ્રજાપતિ ,પ્રાથમિક શાળા ના આચાર્ય રેવાભાઈ દેસાઈ, માધ્યમિક શાળા ના આચાર્ય રાજેશભાઈ રાવળ, તલાટી મંત્રી, ગામના જાગૃત નાગરિકો. પ્રાથમિક શાળાનો સ્ટાફ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નો સ્ટાફ, આંગણવાડી કર્મચારીઓ,ગામના જાગૃત નાગરિકો, કોલેજ ના સ્ટાફ, પ્રાથમિક શાળાના બાળકો એન. એસ. એસ. ના સ્વયંસેવકો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.સરસ્વતી વંદના બાદ પ્રિન્સિપાલશ્રીએ સ્વાગત વ્યાખ્યાન બાદ જણાવ્યુ કે સાત દિવસ ની આ શિબિર દરમ્યાન અમારા સ્વયંસેવકોને સરપંચ શ્રી અને ગામલોકોનો પૂરો સહકાર મળ્યો છે. શિબિર ની થીમ મુજબ કન્યા કેળવણી અને સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમ કરી ગામલોકો ને મહત્તમ માહિતી મળે એવા પ્રયત્નો કર્યા છે.વધુમાં જણાવ્યું કે વર્તમાન સમય માં આ ગામમાં શિક્ષણ 70% છે આવતા સમય માં આપના બાળકોને શિક્ષણ આપી શિક્ષણ નો દર વધારો એવું આહવાન ગામ લોકો ને કર્યું હતું. શિબિર દરમ્યાન સ્વયંસેવકોએ પ્રાથમિક શાળા માં રમતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા તેમાં જે બાળકો નંબર આવ્યા તેને મહાનુભાવો ના વરદહસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમ નું આયોજન એન. એસ. એસ. પ્રોગામ ઓફિસર ડો. રામ સોલંકી અને ડો. ગૌરવ શ્રીમાળી એ કર્યું હતું. સંચાલન કિશન દેસાઈ કર્યું હતું..

અહેવાલ ઓમપુરી ગોસ્વામી ઉત્તર ગુજરાત બનાસકાંઠા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!