ઝાલોદ તાલુકાના કદવાલ ગામે હરિપ્રકાશ દાસજી સ્વામીનું ભવ્ય આગમન

ઝાલોદ તાલુકાના કદવાલ ગામે હરિપ્રકાશ દાસજી સ્વામીનું ભવ્ય આગમન
દાહોદ મુકામે યોજાઈ રહેલ શ્રી હનુમંત ચરિત્ર કથા માટે કરાયું હર્ષભર્યું આવકાર
ઝાલોદ તાલુકાના કદવાલ ગામે પ્રસિદ્ધ સંત શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામીનું પાવન આગમન થતા સમગ્ર ગ્રામજનોમાં ભકિ્તભાવ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. સ્વામીજી દાહોદ મુકામે ચાલી રહેલ શ્રી હનુમંત ચરિત્ર કથા માટે આગમન કર્યા હતાં.
આ અવસરે કદવાલ ગામના ગ્રામજનો, વિજ્ઞહર્તા મિત્ર મંડળ ભક્તમંડળ તથા સંતપ્રેમીઓ દ્વારા સ્વામીજીનું ફૂલહાર, તિલક તથા જય શ્રી રામના જયઘોષ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વામીજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી દ્વારા દાહોદમાં ચાલી રહેલ શ્રી હનુમંત ચરિત્ર કથામાં શ્રી હનુમાનજીના પરાક્રમ, ભકિ્ત, બલિદાન અને રામભકિ્તના ભાવને સરળ અને ભાવસભર રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે, જેને કારણે શ્રોતાઓમાં આધ્યાતિ્મક ચેતના અને
ભકિ્તભાવ વધ પબ્રળ બન્યો છે
આ કાર્યક્રમથી સમગ્ર ઝાલોદ અને દાહોદ પંથકમાં ધારિ્મક અને સાંસ્કૃતિક વાતાવરણ સર્જાયું છે. ગ્રામજનો દ્વારા આવા ધારિ્મક કાર્યક્રમો સતત યોજાતા રહે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી.
અહેવાલ : રાજકુમાર પરિહાર




