કાંકરેજ તાલુકાના અરણીવાડા પ્રાથમિક શાળામાં ૨૬મી જાન્યુઆરીની ભવ્ય ઉજવણી…

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અરણીવાડા પ્રાથમિક શાળામાં ૭૭મો પ્રજાસત્તાક દિવસ ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં ઉજવાયો હતો…કાર્યક્રમની શરૂઆત શાળાની સૌથી વધુ ભણેલ દીકરી હેતલબેન સોલંકી ના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગા ને સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે આચાર્ય શ્રી સરપંચ શ્રી ડેપ્યુટી સરપંચ શ્રી તથા એસ એમ સી સભ્યો તથા વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો દ્વારા સુંદર રીતે દેશભકિત ગીત નું સંગીત વગાડી ને ધ્વજવંદન બાદ રાષ્ટ્રગાન ગાઈને દેશભક્તિ ગિત સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યા હતા જેમાં દાતાશ્રી સરપંચ શ્રી રામપ્રસાદ તથા મનહરસિહ સોલંકી, વાદળસિહ સોલંકી ગુજરાત પોલીસ, કરસનસિહ સોલંકી પત્રકાર, ગુમાનસિહ સોલંકી ગુજરાત પોલીસ દ્વારા 170 વિધાર્થીઓ ને પાટીયુ, બોલપેન, પેન્સિલ, અને 370 વિધાર્થીઓ ને બોલપેન પેન્સિલ આપવા આવી હતી જેમાં ઉપસ્થિત મહેમાનો, વાલીગણ અને ગ્રામજનોએ ભારે વખાણ્યા હતા… કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્યશ્રી અને શિક્ષક સ્ટાફ ગણ દ્વારા વિદ્યાર્થીઓને પ્રજાસત્તાક દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ દેશના બંધારણ, અધિકાર અને ફરજો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું…કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓને ચોકલેટ વિતરણ કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમ આનંદ અને ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો.
અહેવાલ ઓમપુરી ગોસ્વામી ઉત્તર ગુજરાત