E-Paper
ભુજના નાડાપા ગામે સાંસદ વિનોદભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં ‘સરસ્વતી દ્વાર’નું લોકાર્પણ અને સમાધિ સમારોહ યોજાયો

ભુજના નાડાપા ગામે સાંસદ વિનોદભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં ‘સરસ્વતી દ્વાર’નું લોકાર્પણ અને સમાધિ સમારોહ યોજાયો
ભુજ:
ભુજ તાલુકાના નાડાપા ગામે ગતરોજ એક ભવ્ય ધાર્મિક અને સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છ-મોરબી વિસ્તારના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ વિશેષ હાજરી આપી હતી.
નાડાપા ખાતે બ્રહ્મનિષ્ઠ શ્રી ગોપાલભાઈ સવાભાઈ ડાંગરના સમાધિ સમારોહ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં સાંસદશ્રી ઉપસ્થિત રહ્યા હતા અને દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પવિત્ર અવસરે ગામમાં નવનિર્મિત ‘સરસ્વતી દ્વાર’નું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. સાંસદ વિનોદભાઈ ચાવડાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ધાર્મિક અને સામાજિક કાર્યોમાં ગામની એકતા પ્રશંસનીય છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાવિકો ઉમટી પડ્યા હતા.




