E-Paper
સમસ્ત બ્રહ્મ સમાજના સમૂહ લગ્નોત્સવ માટે માંડવી મસ્કામાં બેઠક

માંડવી-મસ્કા : આજ રોજ માંડવી તાલુકાના મસ્કા ગામે સમસ્ત બ્રહ્મ સમાજના આવનારા સમૂહ લગ્નોત્સવ-૨૦૨૬ અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં મસ્કા ગામના સ્થાઈ બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી, હોદેદારો, યુવાનો અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ પ્રસંગે સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી દીપેશભાઈ શાસ્ત્રીએ આજુબાજુના તમામ બ્રહ્મ સમાજોને આ સમૂહ લગ્નોત્સવમાં જોડાવાનું આહવાન કર્યું હતું.
આ સમૂહ લગ્નોત્સવ ૧૯ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ આદિપુર ખાતે યોજાશે.
આ આયોજન માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર, ઉદ્યોગપતિ જખાભાઈ હુંબલ, બાબુભાઈ હુંબલ (શ્રીરામ ગ્રુપ, ગાંધીધામ)ના મુખ્ય સૌજન્ય સહયોગથી યોજાવાનું છે.
🖋️ અહેવાલ : વિક્રમભાઈ જોષી, ગાંધીધામ (કચ્છ)




