E-Paper

ઉમાપાર્ક બોટાદ ખાતે ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી

ઉમાપાર્ક બોટાદ ખાતે ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી

 

ચારો તરફ અનેરી શ્રધ્ધા,ભાવ અને ભકિત સાથે વિધ્નહર્તા ગજાનંદ ગણપતિ મહારાજનો ગણપતિ ઉત્સવ ઉજવાય રહ્યો છે ત્યારે બ્રાહ્મણ સોસાયટી તથા તેની પાછળ ઉમાપાર્ક ખાતે મોટી સંખ્યામાં કાઠી દરબાર સમાજ વસવાટ કરે છે ત્યાં સમગ્ર ઉમાપાર્ક દ્વારા કાઠી દરબાર સંસ્કૃતિનું જીવંત દર્શન કરાવતાં ભવ્ય ગણપતિ ઉત્સવ ચરિતાર્થ થઈ રહ્યોં છે…દરરોજ 9 થી 12 કલાક સુધી દાદાનો ઉત્સવ ઉજવાય છે…રોજ અવનવા પ્રસાદ ધરાવવામાં આવે છે,અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો, કિર્તન, સુશોભન તેમજ ખાસ આકર્ષણનું કેન્દ્ર ઉમા પાર્કના કાઠી દરબાર સમાજના દીકરીબાઓ દ્વારા કાઠી દરબાર સમાજની આગવી કલા સંસ્કૃતિ અને આવડતના પ્રતિક સમા મોતીકામ,અને ભરતકામના વિવિધ બેનમુન પ્રતિકોથી દાદાનો શણગાર કરવામાં આવે છે… ચાકળા,ચંદરવા,મોતી ભરેલ હેલ,મોતી ભરેલ ગોળી,મોતીના વિઝણા,મટકીઓ,મોતીના તકીયા,ઝુમર,ઓશિકા,ફુલદાનીઓ ,સામૈયા,વગેરે અનેકવિધ કલા પ્રતિકો સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે..આમ ઉમા પાર્ક ખાતે કાઠી દરબાર સમાજના બહેનો દ્વારા ઉજવાતો આ ગણપતિ ઉત્સવ ખરા અર્થમાં ભક્તિ,ભજન, શ્રધ્ધા, સમર્પણ અને સંસ્કૃતિનું પ્રતિક બની રહ્યોં છે.

અહેવાલ કનુભાઈ ખાચર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!