E-Paper

બોટાદની મહિલા કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના ઉપક્રમે બોટાદ શહેર તથા જિલ્લાની સહકારી સંસ્થાઓનું વિશાળ સંમેલન ગુજરાત રાજ્ય સહકારી સંઘના અધ્યક્ષ માનનીય શ્રી ઘનશ્યામભાઈ અમીનના અધ્યક્ષ સ્થાને યોજાઈ…

બોટાદમાં યોજાયેલ સહકારી સંમેલન તથામાનનીય શ્રી ઘનશ્યામભાઈ અમીનનો સતકાર સમારંભબોટાદની મહિલા કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના ઉપક્રમે બોટાદ શહેર તથા જિલ્લાની સહકારી સંસ્થાઓનું વિશાળ સંમેલન ગુજરાત રાજ્ય સહકારી સંઘના અધ્યક્ષ માનનીય શ્રી ઘનશ્યામભાઈ અમીનના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયું.દીપ પ્રાગટ્ય બાદ બોટાદ શહેરની શ્રી ઝવેરચંદ મેઘાણી નાગરિક શરાફી સહકારી મંડળી, કષ્ટભંજન દેવ ક્રેડિટ, સંતરામ ક્રેડિટ, મહિલા પીપલ્સ, શુભ ક્રેડિટ તથા ધારપીપળા ની શ્રીરામ ક્રેડિટ તથા અન્ય સહકારી સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રીય કક્ષાના સહકારી અગ્રણી ગુજરાત રાજ્ય સહકારી સંઘના અધ્યક્ષ માનનીય ઘનશ્યામભાઈ અમીનનું સ્વાગત કરવામાં આવ્યું તથા તાજેતરમાં ભાવનગર જિલ્લા સહકારી સંઘના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત થવા બદલ બોટાદ મહિલા કો ઓપ ક્રેડિટ સોસાયટી ના તમામ હોદ્દેદારો કર્મચારી ગણ દ્વારા નીપાબેન નું સ્વાગત કરવામાં આવ્યું.

આ પ્રસંગે ઉપસ્થિત સહકાર ભારતીના વિભાગ સંયોજક સવજીભાઈ શેખ, ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કના ડાયરેક્ટર ભાવનાબેન જાડેજા, એપીએમસી બોટાદના ચેરમેન મનહરભાઈ માતરીયાએ પ્રસંગોચિત ઉદબોધન કરેલ.

આ સહકારી સંમેલનના અધ્યક્ષ અને ગુજરાત રાજ્ય સહકારી સંઘના અધ્યક્ષ માનનીય ઘનશ્યામભાઈ અમીને તેમના ઉદબોધનમાં જણાવેલ કે યુનો દ્વારા 2025ના વર્ષને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ મનાવવાનું નક્કી થયેલ બે-ત્રણ મહિના પહેલા દિલ્હીમાં તેનું પ્રથમ કાર્યક્રમ દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે યોજાયો હતો વધુમાં તેમણે જણાવ્યું કે સમગ્ર દેશ અને દુનિયામાં સહકારી પ્રવૃત્તિ દ્વારા તેના સભાસદો તથા સમાજ અને દેશનો વિકાસમાં સહકારી પ્રવૃત્તિ નું મહત્વનું યોગદાન છે.

આ કાર્યક્રમમાં સહકાર ભારતી ના અશોકભાઈ કિકાણી, ઓડિટર શક્તિસિંહ ઝાલા, સહકાર ભારતી બોટાદ જિલ્લા પ્રમુખ ભુપતભાઈ ધાધલ, સંગઠન પ્રમુખ વિજયભાઈ ધાધલ, કનુભાઈ ખાચર,હરિરામબાપુ દેસાણી, ચંદ્રાણી સાહેબ, ઇન્કમટેક્સના વકીલ માવાણી સાહેબ, ભાવનગર જિલ્લા સહકારી સંઘના તમામ કર્મચારી મિત્રો જુદી જુદી સહકારી સંસ્થાઓના અનેક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સુંદર અને પ્રભાવિ સંચાલન શ્રી બકુલભાઈ જેબલીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

અહેવાલ :કનુભાઈ ખાચર બોટાદ 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!