હાંસોટ ખાતે હિન્દુવાદી સંગઠનો દ્વારા કાશ્મીર નાં પહેલગામમાં આંતંકવાદીઓ એ કરેલા હુમલાનાં વિરોધમાં રેલી કાઢી શહીદ આત્માઓને શ્રદ્ધાંજલિ આપી.

હાંસોટ ખાતે હિન્દુવાદી સંગઠનો દ્વારા કાશ્મીર નાં પહેલગામમાં આંતંકવાદીઓ એ કરેલા હુમલાનાં વિરોધમાં રેલી કાઢી શહીદ આત્માઓને શ્રદ્ધાંજલિ આપી.કાશ્મીર નાં પહેલગામમાં આંતકવાદીઓએ ધર્મ પૂછીને 27 હિન્દુ પુરુષ ઉપર નિર્ભય ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતાર્યા હતાં ગત રોજ સાંજના છ કલાકે હાંસોટ પોલીસ ચોકી સર્કલ ખાતે હાંસોટ તાલુકાના વિવિધ હિન્દુવાદી સંગઠનોએ ભેગા મળી આંતકવાદી ઓની ગોળીઓથી શહીદ થયેલા પુણ્યાત્મા માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં પુણ્યાત્મા ઓની શ્રદ્ધાંજલિ માટે નાં મોટા પોસ્ટર સાથે હાંસોટ તાલુકા પંચાયત કચેરીએથી રેલી કાઢી હાંસોટ પોલીસ ચોકી સર્કલ ખાતે ભાવભીની શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી અને પાકિસ્તાન મુર્દાબાદ, આતંકવાદી મુર્દાબાદ નાં નારા બોલાવ્યા હતાં અને દુઃખની લાગણી સાથે મૃતકોની આત્માને શાંતી માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું રેલીમાં તાલુકાના હિન્દુવાદી સંગઠનો નાં કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં
અહેવાલ : ગફુરભાઇ ખલીફા ભરૂચ