ટીમ મોદી સપોર્ટર સંઘ ના રાષ્ટ્રીય યુવા પ્રમુખ અને સુરત મહાનગર વોર્ડ નંબર- 8 ના ઉપપ્રમુખ શ્રી પરેશભાઈ વધાસીયા ના પિતા શ્રી ની પ્રથમ પુણ્યતિથી નિમિત્તે મહિલા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ માં સંસ્કૃત વિષય નુ જ્ઞાન લેતા નાના ભૂલકાઓ ની મુલાકાત લીધી હતી .

ટીમ મોદી સપોર્ટર સંઘ ના રાષ્ટ્રીય યુવા પ્રમુખ અને સુરત મહાનગર વોર્ડ નંબર- 8 ના ઉપપ્રમુખ શ્રી પરેશભાઈ વધાસીયા ના પિતા શ્રી ની પ્રથમ પુણ્યતિથી નિમિત્તે મહિલા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ માં સંસ્કૃત વિષય નુ જ્ઞાન લેતા નાના ભૂલકાઓ ની મુલાકાત લીધી હતી . મહિલા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સંસ્કૃત પાઠશાળા નુ સંપૂર્ણ સુવ્યવસ્થિત સંચાલન શ્રી ચેતનાબેન ગોસ્વામી કરી રહ્યા છે . ચેતનાબેન ગોસ્વામી પોતે કવિ પણ છે. તેઓએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી પર પણ એક સુંદર કવિતા બનાવી છે .
પરેશભાઈએ રુબરૂ શુભેચ્છા મુલાકાત દરમિયાન દરેક બાળકો એ સંસ્કૃત માં ગીતા ના શ્ર્લોક નું મૌખિક પઠન કર્યુ હતુ . સાથે ખૂબ જ જોશભેર હનુમાન ચાલીસા પણ બોલ્યા હતા .
આજ ના મોબાઈલ ના યુગ માં શ્રી ચેતનાબેન પોતાની સંસ્કૃત પાઠશાળા માં જે રીતે બાળકો ને સંસ્કૃત ની સાથે ધાર્મિક સંસ્કાર આપી રહ્યા છે તે જોઈ શ્રી પરેશભાઈ પોતે ખૂબ જ આંનંદિત થયા હતા અને શ્રી ચેતનાબેન સંચાલિત સંસ્કૃત પાઠશાળા અંગે ના દરેક કામ માં સહભાગી થવાની શુભેચ્છા પાઠવી .