હાંસોટ ખાતે કેસરી નંદન શ્રી રામભક્ત હનુમાન નાં મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે શોભયાત્રા કાઢી ઉત્સાહ ભેર ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી
હાંસોટ ખાતે કેસરી નંદન શ્રી રામભક્ત હનુમાન નાં મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે શોભયાત્રા કાઢી ઉત્સાહ ભેર ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી
હાંસોટ સ્થિત ભાટવાડા ખાતે આવેલ પૌરાણિક કેસરી નંદન હનુમાનજી નાં મંદિરે ભજન કીર્તન તથા પૂજા અર્ચના કરવા માટે સવાર થી માનવ મહેરમણ ઉમટી પડ્યું હતું હનુમાનજીનાં મંદિરે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો સાડા ચાર વાગ્યાના સમયે કેસરી નંદન ની ટ્રેકટર માં પ્રતિકૃતિ રાખી શોભા યાત્રા કાઢવામાં આવી હતી શોભયાત્રા હાંસોટ પંથક માં ફરી હતી હાંસોટ તથા આજુબાજુ નાં ગામના ભાવિક ભક્તો શોભાયાત્રા માં જોડાઈ ધન્યતા અનુભવી હતી ત્યારબાર ભંડારામાં પ્રસાદીનો લ્હાવો લીધો હતો અને રાત્રી દરમિયાન તાલુકાની વિવિધ ભજન મંડળી નાં કાલકારો અને ભક્તો દ્વારા ભજન કીર્તન નો કાર્યક્રમ યોજી ધામધૂમ થી હનુમાન જ્યંતી ની ઉજવણી કરવામાં આવી હતી
અહેવાલ : ગફુરભાઇ ખલીફા ભરૂચ