E-Paper

લીમડી-કારઠ રોડ પર બાઇક અકસ્માત:બેફામ ગતિએ આવતી બાઇકે ટક્કર મારતાં એક વ્યકિ્તનું મોત, એક ઘાયલ 

લીમડી-કારઠ રોડ પર બાઇક અકસ્માત:બેફામ ગતિએ આવતી બાઇકે ટક્કર મારતાં એક વ્યકિ્તનું મોત, એક ઘાયલ

દાહોદ શહેરના મંડાવાવ રોડ સિ્થત સંગમ પાર્ક મોઢીયા સોસાયટીના રહેવાસી સજ્જનસિંહ ધોતી (લબાના) અને સિ્મતભાઈ બાઇક પર સવાર થઈને ઝાલોદના લીમડી ગામેથી કારઠ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન સામેથી આવતી એક મોટરસાઈકલના ચાલકે પૂરઝડપે અને બેદરકારીથી વાહન ચલાવતા સજ્જનસિંહની મોટરસાઈકલને જોરદાર ટક્કર મારી હતી.અકસ્માતમાં બંને વ્યકિ્તઓ બાઇક પરથી ફંગોળાઈને જમીન પર પટકાયા હતા, અકસ્માતમાં સજ્જનસિંહને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે સિ્મતભાઈને પણ ઈજાઓ થતાં તેમને નજીકની હોસિ્પટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે મૃતક સજ્જનસિંહના પુત્ર રાજેન્દ્રકુમાર ધોતીએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

  • અહેવાલ : રાજકુમાર પરિહાર દાહોદ 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!