શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર તરફથી બોટાદ ખાતે ભવ્ય અને દિવ્ય શાકોત્સવ યોજાયો

- શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર તરફથી બોટાદ ખાતે ભવ્ય અને દિવ્ય શાકોત્સવ યોજાયો
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર તરફથી બોટાદ ખાતે તા.૦૨/૦૨/૨૦૨૬, સોમવારના રોજ સમયઃ બપોરે ૪ વાગ્યાથી શ્રી સ્વામિનારાયણ મંદિર, આર્ય પ્લાઝાની પાસે બોટાદ ખાતે દિવ્ય શાકોત્સવનું આયોજન આચાર્ય શ્રી જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી અને શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ, બોટાદ દ્વારા આયોજન કરેલ. આ કાર્યક્રમમાં ભવ્ય સ્વાગત સામૈયું, શાકોત્સવ, અન્નકૂટોત્સવનાં દર્શન, પૂજનીય આચાર્ય સ્વામીજી મહારાજનાં દર્શન આશીર્વાદ, બે દિવસ દરમિયાનમાં પ્રાથમિક શાળાના ૭૦૦ ઉપરાંત બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ, ધાર્મિક સાંસ્કૃતિક રાસ યોજાયો ખુબ જ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહેલ તથા પરમ પૂજ્ય શ્રી પરમાનંદ સ્વામી તેમજ પરમ પૂજ્ય શ્રી પ્રશાંત સ્વામી તથા સંતો તથા બોટાદના સ્વામિનારાયણ સિંદ્ધાંત સજીવન મંડળના હરિભક્તોએ ખુબ જ જહેમત ઉઠાવેલ હતી.
અહેવાલ કનુભાઈ ખાચર




