કાંકરેજ તાલુકાના મૂખ્ય મથક શિહોરી 2 પે કેન્દ્ર. શાળામાં બેગલેસ ડે અંતર્ગત 108 દ્વારા મોકડ્રીલ યોજાઇ.!.

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી 2 પે. કેન્દ્ર શાળામા 108 એમ્બ્યુલન્સ દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું ધોરણ 1 થી 8 બાળકોને 108 ની વિવિધ સેવાઓ અંગે સરસ માહિતી આપવામાં આવી. 108 દ્વારા વિવિધ કુદરતી બીમારી સમયે રાખવી પડતી કાળજી તેમજ એટેક બળવું. પડવું. અક્સ્માત જેવી બીમારી વખતે શુ શુ કાળજી રાખવી તેના વિશે બહુ સરસ માહિતી પૂરી પાડી હતી
શિહોરી 108 ઈ.એમ.ટી જીગર પંડ્યા પાઇલોટ વનરાજસિંહ દ્વારા 108 એમ્બ્યુલન્સ માં કયા પ્રકાર ની ઇમરજન્સી માં 108 નો ઉપયોગ કરવામાં આવે છે અને 108 એમ્બ્યુલન્સ માં દર્દીને કઈ રીતે પ્રાથમિક સારવાર આપીને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે અને દર્દીનો જીવ બચાવા માટે કયા પ્રકાર ના સાધન સામગ્રી એમ્બ્યુલન્સ માં હોય છે તમામ પ્રકાર ની માહિતી બાળકોને આપવામાં આવી હતી ત્યારે આચાર્ય દીપકભાઈ દરજીએ અને શાળા સ્ટાફ એ સરકારની 108 ની વ્યવસ્થાને બિરદાવી અભિનંદન ને પાત્ર ગણી 108 સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો હતો…!
અહેવાલ ઓમપુરી ગોસ્વામી ઉત્તર ગુજરાત




