E-Paper

શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર બોટાદધામ ખાતે 175 શતામૃત મહોત્સવ ભવ્ય અને દિવ્ય યોજાશે

શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર બોટાદધામ ખાતે 175 શતામૃત મહોત્સવ ભવ્ય અને દિવ્ય યોજાશે

 

બોટાદ ધામને આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણ 64 વખત પધાર્યા છે. એવી પ્રસાદીભૂત ધરતીને આંગણે કે જ્યાં સંકલ્પસિધ્ધ મહાપ્રતાપી ચરણારવિંદને 175 વર્ષ પૂર્ણ થતા હોવાથી બોટાદની ધરતી પર આગામી 25 ડિસેમ્બર 2025 થી 31 ડિસેમ્બર 2025 સુધી બહુ જ મોટા ફલક પર શતામૃત મહોત્સવનું શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની બાજુમાં, ગઢડા રોડ, બોટાદ ખાતે આયોજન કરેલ છે.

જેમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ એટલે કે શ્રીમદ્ સત્સંગિજીવનની કથાનું આયોજન કરેલ છે. જેના વક્તાપદે, આ ઉત્સવના નિર્માતા અને પ્રેરક એવા સરધાર નિવાસી પરમ પૂજ્ય સદ્ગુરુ સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી બિરાજી કથા વાર્તાનો લાભ આપવાના છે. જે ઉત્સવમાં 175 કુંડી યજ્ઞ, 75 થી વધુ સંહિતા પાઠ, મહાપૂજા, અન્નકૂટ, રાસોત્સવ, ફુલદોત્સવ, મેડિકલકેમ્પો, વિવિધ કાર્યક્રમો યોજાશે.

તો આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર – નાગલપર દરવાજા બોટાદ વતી સાધુ શ્રીરંગદાસજી (મહંતશ્રી) તથા સાધુ ગુણસાગરદાસજી (કોઠારી) દ્વારા સૌ ધર્મપ્રેમી જનતા,હરિભક્તોને પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.

અહેવાલ કનુભાઈ ખાચર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!