E-Paper

વેરાવળ નજીક આદ્રી દરિયા કિનારે બનેલી દુર્ઘટના — લાપતા યુવતીનો 48 કલાક બાદ મૃતદેહ મળી આવ્યો

વેરાવળ નજીક આદ્રીના દરિયા કિનારે પ્રી-વેડિંગ શૂટ માટે ગયેલી યુવતીઓ પર દુર્ઘટના બની હતી, જેમાં પાંચ યુવતીઓ દરિયામાં ડૂબી ગયેલી હતી. આમાંથી ચાર યુવતીઓ બચી ગયેલી હતી, જ્યારે એક યુવતી લાપતા રહી હતી.

 

અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા તથા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા દ્વારા દરિયા પટ્ટીના તમામ માછીમારોને ટેલીફોન દ્વારા જાણ કરવામાં આવી હતી કે આદ્રી દરિયા કિનારે એક યુવતી ડૂબી ગઈ છે.

 

સતત બે દિવસની મહેનત બાદ, આજે 48 કલાક બાદ તે યુવતીનો મૃતદેહ માંગરોળના દરિયા કિનારે મળ્યો છે. મૃતદેહને માંગરોળના માછીમાર સમાજના સભ્યોએ દરિયામાંથી બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

 

આ શોધ કામગીરીમાં અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા, વેરાવળ ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા, ઉપ પટેલ ગોપાલભાઈ ફોફંડી, વેરાવળ હોડી એસોસિયેશનના પ્રમુખ હીરાભાઈ વધાવી અને તેમની ટીમ દ્વારા સતત બે દિવસ સુધી દરિયામાં હોડીઓ લઈ શોધ કામગીરી હાથ ધરાઈ હતી.

 

આ કામગીરીમાં મરીન પોલીસ, કોસ્ટ ગાર્ડ, મામલતદારશ્રી, ફિશરીઝ વિભાગના અધિકારીઓ તથા અન્ય પોલીસ અધિકારીઓએ પણ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.

 

અહેવાલ : કે. કે. ગાવડિયા ગીરસોમનાથ 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!