E-Paper
રસ્તા, શિક્ષણ અને સિંચાઈ પર સરકારનો ભાર: કચ્છમાં ૫૦૦ કરોડથી વધુના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

રસ્તા, શિક્ષણ અને સિંચાઈ પર સરકારનો ભાર: કચ્છમાં ૫૦૦ કરોડથી વધુના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કચ્છ પ્રવાસ દરમિયાન જિલ્લાને કરોડો રૂપિયાના વિકાસકાર્યોની સોગાત મળી છે. ભુજ ખાતેથી મુખ્યમંત્રીએ ₹૫૦૩.૮૮ કરોડના ખર્ચે તૈયાર થનારા અને પૂર્ણ થયેલા કુલ ૫૫ પ્રકલ્પો પ્રજાને સમર્પિત કર્યા હતા. આ પ્રોજેક્ટ્સમાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય અને પંચાયત), પ્રવાસન, વન વિભાગ અને સિંચાઈ વિભાગના કામોનો સમાવેશ થાય છે, જે સીધા જ સામાન્ય જનતાના જીવનધોરણને સુધારશે.