E-Paper

બળવાખોરીના કેસમાં બ્રાઝિલના પૂર્વ પ્રમુખ જેલ હવાલે: હથકડી વગર પોલીસ હેડક્વાર્ટર લઈ જવાયા.. 

બળવાખોરીના કેસમાં બ્રાઝિલના પૂર્વ પ્રમુખ જેલ હવાલે: હથકડી વગર પોલીસ હેડક્વાર્ટર લઈ જવાયા.. G

 

બ્રાઝિલમાં તખ્તાપલટની કોશિશ કરવા બદલ દોષિત જાહેર થયેલા પૂર્વ રાષ્ટ્રપતિ જૈર બોલ્સોનારોની શનિવારે વહેલી સવારે ધરપકડ કરી લેવામાં આવી છે. તેમને ૨૭ વર્ષની જેલની સજા ભોગવવાની છે, તે પહેલાં જ સુપ્રીમ કોર્ટના જજ એલેક્ઝાન્ડ્રે ડી મોરેસે તેમની અટકાયતનો આદેશ આપ્યો હતો.

શનિવારે સવારે ૬ વાગ્યાના અરસામાં ૭૦ વર્ષીય બોલ્સોનારોને તેમના ઘરેથી ફેડરલ પોલીસના હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા હતા. જોકે, કોર્ટે આદેશ આપ્યો હતો કે ધરપકડ દરમિયાન હથકડીનો ઉપયોગ ન કરવો અને તેમની ગરિમા જાળવવી. બોલ્સોનારોના પુત્ર દ્વારા સમર્થકોને ભડકાવતો વીડિયો વાયરલ કરાયા બાદ કોર્ટે તાત્કાલિક ધોરણે આ નિર્ણય લીધો હોવાનું મનાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!