E-Paper

પ્લાસ્ટિક મુક્ત શાળા મહોત્સવ” 

“પ્લાસ્ટિક મુક્ત શાળા મહોત્સવ”

વાઈડ બુક ઓફ

અભિયાન તરફ એક કદમ

વાવ થરાદ જિલ્લાની ધરણીધર તાલુકાના ચોટીલ ગામની શ્રી ચોટીલ પ્રાથમિક શાળાનાં શિક્ષકશ્રી નટવરભાઈ જયરામભાઈ જોષી દ્વારા “પ્લાસ્ટિક મુક્ત અભિયાન “અંતર્ગત એક પહેલ કરવામાં આવી, તેમને ગાંધીનગર ખાતે થયેલ રાજ્યના શિક્ષક સંમેલનના ભવ્ય કાર્યકમમાં ઉપસ્થિત રહેલ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકના સચિવશ્રી પુલકિતભાઈ જોષીના વરદ હસ્તે વર્લ્ડ વાઈડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરવામાં આવ્યો. જેમાં ” મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા” શાળાનાં વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે સમજાવવામાં આવ્યા, તેમજ આસપાસના વિસ્તારોમાં જ્યા પણ નકામી પ્લાસ્ટિકની બોટલ મળી રહે તેવાં વેસ્ટ પ્લાસ્ટિક એકત્ર કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો.

આ પ્રોજેક્ટમાં શાળાનાં તમામ બાળકો સહભાગી બન્યા અને તેમના સાથ સહકારથી નકામી પ્લાસ્ટિકની ૧૦૦૦થી પણ વધારે બોટલો એકત્ર કરી તેમાં પ્લાસ્ટિક ભરીને,તેની સાથે સાથે પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવા સંકલ્પ પણ તેમને લીધો.પ્લાસ્ટિક ની બોટલો એકત્ર કરનાર બાળકોને ધોરણવાર પ્રોત્સાહિત કરવામાં આવ્યા.અને શાળાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા એક સફળ અભિયાન વેગવતું બનાવ્યું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!