ઐતિહાસિક સિદ્ધિ: દેશમાં ભાજપના ધારાસભ્યોનો હિસ્સો સર્વોચ્ચ શિખરે!

ઐતિહાસિક સિદ્ધિ: દેશમાં ભાજપના ધારાસભ્યોનો હિસ્સો સર્વોચ્ચ શિખરે!
તાજેતરની રાજ્ય ચૂંટણીઓમાં વિજય: દેશભરમાં ભાજપના MLAની ટકાવારી 39.8% ના ઓલ-ટાઇમ હાઇ પર પહોંચી!
મોટો રાજકીય પડાવ પાર:
તાજેતરમાં યોજાયેલી વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ ભારતીય રાજકારણમાં એક નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે. ભારતીય જનતા પાર્ટી એ દેશભરની તમામ વિધાનસભા બેઠકો પર પોતાના ધારાસભ્યો ની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો નોંધાવ્યો છે.
આ ચૂંટણીઓના પરિણામ સ્વરૂપે, દેશની તમામ રાજ્ય વિધાનસભાઓમાં ભાજપના ધારાસભ્યોનો રાષ્ટ્રીય હિસ્સો વધીને 39.8% જેટલો થઈ ગયો છે, જે પક્ષના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.
આ આંકડો સ્પષ્ટપણે દર્શાવે છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાર્ટીનો પ્રભાવ અને સ્વીકાર્યતા દેશના ખૂણે-ખૂણે ઝડપથી વિસ્તરી રહી છે. આ સિદ્ધિ ભાજપના સંગઠનાત્મક જોર અને જનતાના મજબૂત સમર્થનને રેખાંકિત કરે છે.




