E-Paper
વાવ ના ભાટવર ગામમાં ભાઈએ ભાઈનો જીવ લીધો – કુટુંબમાં શોકનું મોજું
- બનાસકાંઠાના ભાટવર ગામમાં કુટુંબિક વિવાદને લઈને ચોંકાવનારી ઘટના બની છે. નાના ભાઈએ ગુસ્સાના ઉગ્ર સ્વરૂપમાં પોતાના મોટા ભાઈનું માથું ફોડી મોતને ઘાટ ઉતાર્યો હતો. દીકરાના જન્મદિવસે જ આ દુઃખદ ઘટના બનેલી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, બંને ભાઈઓ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. ઘટનાના દિવસે લોખંડની અંગલથી હુમલો કરતા મોટાભાઈનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
મૃતકના પરિવારજનોના રડાકા વચ્ચે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કબ્જે લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે આરોપી નાના ભાઈને ઝડપીને વધુ પૂછપરછ શરૂ કરી છે.
આ ઘટનાથી સમગ્ર ભાટરવાસ ગામમાં શોક અને ચકચાર ફેલાઈ છે.




