E-Paper
ગાંધીનગરમાં ધારાસભ્યો માટે આધુનિક સદસ્ય નિવાસ સંકુલનું લોકાર્પણ

ગાંધીનગર ખાતે રાજ્યના ધારાસભ્યો માટે નવનિર્મિત, આધુનિક સુવિધાઓથી સજ્જ સદસ્ય નિવાસ સંકુલનું ઉદ્ઘાટન માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે ભવ્ય રીતે કરવામાં આવ્યું.
આ નવી સુવિધા રાજ્ય સરકારની લોકસેવકો પ્રત્યેની પ્રતિબદ્ધતા, સુવ્યવસ્થિત આયોજન અને રાજ્યના સર્વાંગી વિકાસના દ્રષ્ટિકોણનું જીવંત પ્રતીક છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના મંત્રીશ્રીઓ, તેમજ અનેક ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં આ ઐતિહાસિક કાર્યક્રમ પૂર્ણ થયો હતો.




