E-Paper
શંકરભાઈ ચૌધરી દ્વારા થરાદ ખાતે નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન

થરાદ શહેરમાં આજે માનનીય શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ભવ્ય નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, કાર્યકરો, ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
શંકરભાઈ ચૌધરીએ પોતાના આશીર્વચનરૂપ પ્રવચનમાં કહ્યું કે – “નવું વર્ષ સૌ માટે સુખ, સમૃદ્ધિ અને વિકાસનું સાલ બની રહે. સૌએ એકતાપૂર્વક સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવું જોઈએ.”
કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને નૂતનવર્ષાભિનંદન પાઠવતા તેમણે આવનારા સમયમાં થરાદ વિસ્તારના વિકાસ માટે અનેક યોજનાઓની ચર્ચા પણ કરી હતી.




