વાવ-થરાદ જિલ્લા તલાટી મહામંડળના પ્રમુખ તરીકે રામભાઈ દેસાઈની વરણી

બનાસકાંઠા જિલ્લા તલાટી મહામંડળના નેજા હેઠળ, જિલ્લા પંચાયત પાલનપુરના સભાખંડમાં બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લા તલાટી મહામંડળની સંયુક્ત કારોબારી બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં નવગઠિત વાવ-થરાદ જિલ્લા તલાટી મહામંડળના પ્રમુખ તરીકે શ્રી રામભાઈ દેસાઈની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.શ્રી રામભાઈ દેસાઈ પ્રામાણિકતા, સાદગી અને સૌને સાથે લઈને ચાલવાની ખ્યાતિ ધરાવતા, જમીનિ સ્તરથી જોડાયેલા કર્મચારી આગેવાન અને સામાજિક નેતા છે.હાલમાં તેઓગજરાત રાજ્ય તલાટી મહામંડળના મહામંત્રી,
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રતિનિધી,
ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘના ઉપપ્રમુખ તરીકે પણ સેવારત છે.
સાથે જ સામાજિક ક્ષેત્રે તેઓ ઉત્કૃષ્ટ સેવાકાર્ય કરી રહ્યા છે.
રામભાઈ દેસાઈની વાવ-થરાદ જિલ્લા તલાટી મહામંડળના પ્રમુખ તરીકે વરણી થતા તલાટી મિત્રો, કર્મચારી મિત્રો તથા સામાજિક આગેવાનોમાં આનંદ અને ઉત્સાહની લાગણી પ્રસરી છે.
તેમની સ્વચ્છ છબી, કર્મચારીઓના હિત માટેની અવિરત લડત, અને સકારાત્મક નેતૃત્વ શૈલીને કારણે સૌએ રામભાઈ દેસાઈને શુભેચ્છા અને અભિનંદનની અવિરત વર્ષા વરસાવી છે.
🖋️ અહેવાલ : ત્રિકમ ઠાકોર, વાવ-થરાદ




