E-Paper
મોટી દુઃખદ ખબર : ફરજ દરમ્યાન દુર્ઘટનાગ્રસ્ત પોલીસ જવાનનું મોત

છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી પોલીસ સ્ટેશન ખાતે એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા રાઠવા રમેશભાઈ ધનજીભાઈ (ઉંમર 52, મુળ વતન – કાવરા ગામ, તાલુકો જેતપુર પાવી)નું આજે દુર્ઘટનામાં કરુણ અવસાન થયું છે.માહિતી મુજબ, રમેશભાઈ આજે છોટાઉદેપુર કોર્ટમાં કામ અર્થે ગયા હતા અને કોર્ટની કાર્યવાહી બાદ પોતાની બાઈક પર પરત ફરી રહ્યા હતા. ધંધોળા ગામ નજીક અચાનક બળદગાળું રોડ પર આવી જતા અકસ્માત થયો હતો, જેમાં તેમને ગંભીર ઈજા થતાં તેમનું મોત થયું.છોટાઉદેપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે છોટાઉદેપુર હોસ્પિટલ ખસેડ્યો હતો. આ દુર્ઘટનાને પગલે જેતપુર પાવી પોલીસ સ્ટેશન સહિત સમગ્ર જિલ્લા પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ છે.છોટાઉદેપુર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અહેવાલ : ફારૂક ખત્રી જેતપુર




