E-Paper

મહીસાગર જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે “પોષણ ઉત્સવ-૨૦૨૫” અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું સફળ આયોજન

મહીસાગર જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે “પોષણ ઉત્સવ-૨૦૨૫” અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું સફળ આયોજન

મહીસાગર જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) હેઠળ “પોષણ ઉત્સવ-૨૦૨૫” કાર્યક્રમની જિલ્લા કક્ષાએ ઉત્સાહભેર ઉજવણી મોટા સોનેલા, ડો. બાબાસાહેબ આંબેડકર હૉલ ખાતે કરવામાં આવી, “સહી પોષણ, દેશ રોશન” ના સંદેશાને ચરિતાર્થ કરવાના ઉમદા હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં “પૌષ્ટિક વાનગી સ્પર્ધા” નું આયોજન મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું.

પોષણયુક્ત આહાર અંગે સમુદાયમાં જાગૃતિ ફેલાવવા અને પૂરક પોષણ યોજનાઓનો વ્યાપ વધારવા માટે આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખાસ કરીને મિલેટ્સ અને સરગવા જેવા અત્યંત પૌષ્ટિક ખાદ્યોમાંથી બનેલી વિવિધ વાનગીઓનું નિદર્શન અને સ્પર્ધા યોજવામાં આવી હતી. આંગણવાડીની કાર્યકર બહેનો દ્વારા બાલ શક્તિ, માતૃ શક્તિ, પૂર્ણ શક્તિ હેઠળ આપવામાં આવતા ટેક હોમ રાશન (THR)માંથી તેમજ મિલેટ્સ અને સરગવામાંથી કુલ ૬૬થી વધુ અલગ-અલગ પ્રકારની પૌષ્ટિક વાનગીઓ રજૂ કરવામાં આવી હતી.

લાભાર્થીઓ જેમકે સગર્ભા/ધાત્રી માતાઓ, કિશોરીઓ અને ૬ માસથી ૩ વર્ષના બાળકોને સરકાર તરફથી વિનામૂલ્યે મળતા ટેક હોમ રાશન (THR) ના ઉપયોગ વિશે જાગૃતતા ફેલાવવી અને વિસરાતા જતાં ધાન્યો જેવા કે શ્રી અન્ન (મિલેટ્સ) અને સરગવાના સ્વાસ્થ્ય ગુણો વિશે માહિતી આપવી એ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. લાભાર્થીઓ દ્વારા મિલેટ્સ, જાડા ધાન્ય, કઠોળ, સરગવો, મેથી, પાલકભાજી વગેરે પૌષ્ટિક ખાદ્યોનો ઉપયોગ કરીને સુંદર પોષણ રંગોળી પણ બનાવવામાં આવી હતી.

સ્પર્ધામાં વિજેતા બનેલા કર્મચારીઓને પ્રોત્સાહન રૂપે ગિફ્ટ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, પ્રોગ્રામ ઓફિસરશ્રી, જિલ્લા સંકલન સ્ટાફ, જિલ્લા ICDS કચેરી સ્ટાફ અને ઘટક કક્ષાના સ્ટાફ તથા આંગણવાડી કાર્યકર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :દિનેશ ચમાર મહિસાગર

 

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!