E-Paper

દિલ્લી ક્રાઇમ નેશનલ લાઈવ ન્યુઝ ઇફેક્ટ તલોદમાં ઉભરાતી ગટરની સમસ્યા,તંત્ર થયું દોડતું

દિલ્લી ક્રાઇમ નેશનલ લાઈવ ન્યુઝ ઇફેક્ટ તલોદમાં ઉભરાતી ગટરની સમસ્યા,તંત્ર થયું દોડતું

ત્રણ મહિનામાં કાયમી સમસ્યા હલ કરવાની તંત્રની હૈયાધારણા

 

સાબરકાંઠા જિલ્લાના વેપારી મથક તલોદ નગરના કોલેજ રોડ ઉપર આવેલ નિજાનંદ પાર્ક સોસાયટીમાં ઉભરાતી ગટર લાઈનની સમસ્યાને મિડીયા દ્વારા ઉજાગર કરવામાં આવતાની સાથે જ તલોદ ન.પા.તંત્ર દોડતુ થયું હતું.આજે નિજાનંદ પાર્ક સોસાયટીની રૂબરૂ મુલાકાત લઈ આગામી ત્રણ માસમાં આ સમસ્યાનો કાયમી નિવેડો લાવવા તંત્રએ સ્થાનિકોને હૈયાધારણા આપી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે તલોદ નગરની નિજાનંદ પાર્ક સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી ગટરો ઉભરાઈ રહી હતી.ગટરના દૂષિત પાણી જાહેર માર્ગ ઉપર ફરી વળતા ફેલાયેલ ગંદકી,રોગચાળો સહિત સમસ્યા સંદર્ભનો અહેવાલ પ્રકાશિત થતાની સાથે જ નગરપાલિકા ચીફ ઓફિસર શિવાબેન સોની,એÂન્જનીયર રસિલાબેન,સેનેટરી ઈન્સપેક્ટર ઉજાસ પટેલ, સ્ટાફ સાથે આજે રૂબરૂ નિજાનંદ પાર્ક સોસાયટીમાં જ્યાં ગટર લાઈનો ઉભરાતી હતી તે સ્થળે દોડી આવતા જ સૌ પ્રથમ તો સ્થાનિક સોસાયટીની રહીશોએ ઉપÂસ્થત અધિકારીઓનો સમસ્યા મુદ્દે ઉધડો લઈ લીધો હતો.બાદમાં ન.પા.ચીફ ઓફિસરે મામલો સંભાવી લઈ સૌ સ્થાનિક સોસાયટીની રહીશોમાં મહિલાઓ,ગ્રાહક ભંડારના ચેરમેન પ્રવિણભાઈ રાવલ,કનુભાઈ નાયી,રમણભાઈ સહિત સ્થાનિકોની રજૂઆતને સાંભળી હાલમાં ઉભરાઈ રહેલ ગટર લાઈનની સમસ્યા નું નિરીક્ષણ કરી ઉભરાતી ગટર લાઈનનું મરામત કાર્ય હાથ ધરાવ્યું હતું.આગામી ત્રણ માસમાં આ સમસ્યાનો કાયમી નિવેડો લાવવા ચીફ ઓફીસર શિવાબેન સોનીએ સોસાયટીના સૌ રહીશોને ખાત્રી અને હૈયાધારણા આપતા મામલો માંડ થાળે પડ્યો હતો.

અહેવાલ :જીતુભા રાઠોડ તલોદ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!