E-Paper

ઝાલોદ નગરના કોળીવાડા માંથી ગૌ માંસ સાથે એક વ્યકિ્તની અટકાયત કરાઈ| 12 કિલો ગૌમાંસ પોલિસ દ્વારા જપ્ત કરાયો

ઝાલોદ નગરના કોળીવાડા માંથી ગૌ માંસ સાથે એક વ્યકિ્તની અટકાયત કરાઈ| 12 કિલો ગૌમાંસ પોલિસ દ્વારા જપ્ત કરાયો

 

ઝાલોદ નગરમાં હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહેલ છે અને આ શ્રાવણ માસ દરમ્યાન નગરમાં ચાલતા ગેરકાયદેસર માસ મટનની દકાન અને કતલખાના બંધ રાખવામાં હિન્દુ સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી. હિન્દુ સમાજની માંગને લઈ પી.આઈ ગૌરવ ગામીત દ્વારા શાંતિ સમિતિની મીટીંગ ભરવામાં આવી હતી. આ શાંત િ સમિતિની મીટીંગમાં હિન્દુ મસિ્લમ સમાજના આગેવાનો દ્વારા| શ્રાવણ માસના પવિત્ર સોમવાર, કાવડ યાત્રા તેમજ ભોળાનાથની શોભાયાત્રા દરમ્યાન દકાનો બંધ રાખવા માટે બંને પક્ષોની સમજાવટ બાદ નક્કી કરાયું હતું તેમજ નગરમાં ગૌમાંસ નહીં વેચાય તેવું પણ મુસિ્લમ સમાજના આગેવાનો દ્વારા સંમતિ આપવામાં આવી હતી. મુસ્લિમ સમાજના દ્વારા આપવામાં આવેલ મૌખિક સંમતિ કરાર બાદ પણ કોળીવાડા વિસ્તારમા મસિ્જદ પાસે આવેલ એક મકાનમાં શ ગૌમાંસ વેચાતં હોવાની બાતમી પોલીસને મળેલ હતી.|ઝાલોદ પોલિસને 29-07-2025 ના રોજ એક બાતમી મળેલ હતી કે કોળીવાડા વિસ્તારમાં અલ્તાફ્ભાઈ મહંમદભાઈ મોઢીયાના મકાનમાં ગૌમાંસ વેચાઈ રહેલ રહેલ છે તેને લઈ ઝાલોદ પોલીસના પી.આઈ ગૌરવ ગામીત તાત્કાલીક તપાસ અર્થે પહોંચી ગયેલ હતા. ત્યાં જઈ તપાસ કરવામાં આવતા પોલીસ દ્વારા લાયસન્સ માંગતા તે મળી આવેલ ન હતું જેથી આ મકાનમાં ગેરકાયદેસર રીતે માસ-મટનનો વેપાર થઈ રહેલ હોવાનું જાણવા મળેલ હતું. પોલિસ દ્વારા તપાસ કરાતા અંદાજીત 12 કિલો માંસ જેની અંદાજિત કિંમત 2400 મળી આવેલ હતો. પોલિસ દ્વારા ઝડપાયેલ આ માસ ગૌમાંસ છે કે નહીં તેની તપાસ કરવા માસનું સેમ્પલ સુરત એફએસએલ કચેરી ખાતે| મોકલવામાં આવેલ હતું. 30-07-2025 ના રોજ સરત ખાતે| એફ.એસ.એલનો રિપોર્ટ આવી જતાં ઝાલોદ પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે કતલખાનુ ચલાવનાર અલ્તાફ મહંમદ મોઢીયાની અટકાયત કરી ઝાલોદ પોલિસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે ઝાલોદ હિન્દુ સમાજ દ્વારા ગેરકાયદેસર ચાલતી માસ| મટનની દુકાનો તેમજ કતલખાનાઓ બંધ કરવા કેટલીય વાર લેખીત અને મૌખિક રજૂઆતો કરેલ છે પરંતુ કાયદાનો કોઈ ડર| નહી હોવાથી તેમ નગરમાં કેટલાય માસ મટન કતલખાનાઓ બેખોફ ચાલી રહેલ છે. આવા ગેરકાયદેસર કતલખાનાઓ તેમજ લાયસન્સ વગર દુકાનો ખોલી માસ મટન વેચતા દુકાનો પર કાયદેસર પગલા| ભરવા નગરના હિન્દુ સમાજ દ્વારા માંગ કરવામાં આવેલ છે.

 

અહેવાલ : રાજકુમાર દાહોદ 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!