બોટાદ જિલ્લા મઝદુર સંધ(બી.એમ.એસ),બોટાદનું વર્ષ-૨૦૨૫ નું જીલ્લા અધિવેશન તા.૦૪/૦૫/૨૦૨૫ ના રોજ યોજાયું

ભારતિય મઝદુર સંધ સંલગ્ન બોટાદ જિલ્લા મઝદુર સંધનું વર્ષ-૨૦૨૫નું જિલ્લા અધિવેશન બોટાદ જીલ્લા અધ્યક્ષશ્રી રાજુભાઇ ડી.ડેરૈયા ના અધ્યક્ષ સ્થાને શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા(રાષ્ટ્રીય અઘ્યક્ષ,મધ્યાહન ભોજન યોજના સંધ)તથા શ્રી સમીરભાઇ એચ.જોશી(પ્રદેશમંત્રી,ભારતીય મજદુર સંધ,ગુજરાત પ્રદેશ)ની ઉપસ્થિતિમાં તા.૦૪/૦૫/૨૫ને રવિવારના રોજ બોટાદ રેલ્વે સ્ટેશન સામે,યાત્રિક ભવન ખાતે સાંજના પ-૦૦ કલાકે યોજાયેલ. જેમાં બોટાદ નગરપાલિકા,મધ્યાહન ભોજન યોજના,આંગણવાડી, ટેકસપીન બેરીંગ્સ વી. ક્ષેત્રના કર્મચારીઓ હાજર રહેલ.
કાર્યક્રમની શરૂઆત સમીરભાઇ જોશી ધ્વારા શ્રમિકગીતથી કરાવેલ. જીલ્લામંત્રી કુલદીપભાઇ ધાધલ ધ્વારા વર્ષ-ર૦ર૪ ની બોટાદ જિલ્લા મઝદુર સંધની કાર્યવાહીની વિગતો તેમજ ખજાનચીશ્રી ઉદયરાજ ખાચર ધ્વારા આવક-ખર્ચના હિસાબો રજુ કરેલ.
શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ભારતીય મજદૂર સંઘ ના ૭૦ વર્ષની ઉજવણી અંતર્ગત વર્ષ દરમિયાન થયેલા વિવિધ કાર્યક્રમોમાં સંનિષ્ઠ કાર્યકર્તાઓએ પદ નહિ પણ કાર્યકર તરીકે નિષ્ઠાથી કાર્ય કર્યુ જેના ફળ સ્વરૂપે ભારતીય મજદુર સંધના સ્થાપના દિવસ ૨૩ જુલાઇ-૨૦૨૪ના રોજ ગુજરાતના ૧૦૦૦૦ થી વધારે ગામોમાં બીએમએસ ધ્વજારોહણ કાર્યક્રમ થકી ૧૬ લાખથી વઘારે ગ્રામીણજનોનો સંપર્ક અને ૨૮ ઓગષ્ટ થી ૩૧ ઓગષ્ટ-ર૦૨૪ દરમ્યાન ગુજરાતની શાળા-કોલેજોના પાંચ લાખથી વધુ વિધ્યાર્થીઓને પર્યાવરણ બચાવો અંતર્ગત પાંચ સુત્રીય સંકલ્પ લેવરાવવામાં આવેલ. જે બંને કાર્યક્રમો વર્લ્ડ રેકર્ડ ઓફ ઇન્ડીયામાં સ્થાન પામેલ હોવાની વિગતો તેમજ વર્લ્ડ રેકોર્ડ અને જીનીયસ ફાઉન્ડેશનના સયુંકત ઉપક્રમે પણ ભારતીય મજદુર સંધની કાર્યશૈલીથી રાષ્ટ્ર,સમાજ અને વિશાળ માનવ જીવનને શું મળ્યું એના માપદંડોના આધારે જીનીયસ એચીવર્સ એવોર્ડનું સન્માન તા.૦૩/૦૫/૨૫ ના રોજ મળેલ હોવાની વિગતોની જાણકારી આપેલ.
અને વર્લ્ડ રેકર્ડ ઓફ ઇન્ડીયામાં સ્થાન પામેલ આ બંને કાર્યક્રમોમાં બોટાદ જીલ્લા ધ્વારા થયેલ કામગીરીને અનુલક્ષીને ભારતીય મજદુર સંધના પ્રદેશમંત્રી અને બોટાદ જીલ્લા પ્રભારી સમીરભાઇ એચ.જોશી,જીલ્લા અધ્યક્ષ રાજુભાઇ ડેરૈયા તથા જીલ્લા મંત્રી શ્રી કુલદીપભાઇ ધાધલ ને સર્ટિફિકેટ એનાયત કરતાં જણાવેલ કે આ બન્ને કાર્યક્રમોને સફળ બનાવવા જે કોઇ કાર્યકર્તાઓએ નિષ્ઠા પૂર્વક જવાબદારી,ફરજ નિભાવી છે એવા ભારતીય મજદૂર સંઘના તમામ કાર્યકરોને અભિનંદન આપતા જણાવેલ કે જેની મહેનત થકી આ બંને રેકર્ડ તેમજ એવોર્ડ થી ભારતીય મજદુર સંધને જે સન્માન મળેલ છે તે સન્માન આવા નિષ્ઠાવાન તમામ કર્મચારીઓનું સન્માન છે.
શ્રી રાજુભાઇ ડેરૈયા ધ્વારા વિવિધ વિભાગો, ઉધ્યોગોના વધુને વધું કામદારોને ભારતિય મઝદુર સંધ સાથે જોડવા તેમજ આ સંગઠન મજબુત બને,રાષ્ટ્રહિત સાથે દેશના શ્રમિકોના હિતને લગતી કામગીરીમાં વઘારો થાય તે જવાબદારી દરેક કાર્યકરને સ્વીકારવા અપીલ કરેલ.
આ અધિવેશનમાં બોટાદ જિલ્લા મઝદુર સંધના વર્ષ-ર૦૨૫ માટે નીચે મુજબના હોધ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ.
૧) શ્રી રાજુભાઇ ડી.ડેરૈયા, જિલ્લા પ્રમુખ
ર) શ્રી દિલિપભાઇ વી.ખાચર, ઉપપ્રમુખ
૩) શ્રી સાજીદભાઇ એમ.જોખીયા ઉપપ્રમુખ
૪) શ્રી જયરાજભાઇ આર.રાઠોડ ઉપપ્રમુખ
પ) શ્રી ઉદયરાજ જે.ખાચર ખજાનચી
૬) શ્રી કુલદિપભાઇ ડી.ધાધલ જિલ્લામંત્રી
૭) શ્રી મહાવીરભાઇ ડી.ખાચર સહમંત્રી
૮) શ્રી દિક્ષીતભાઇ પી.અગ્રાવત સંગઠન મંત્રી
૯) શ્રી બાબુભાઇ વી.તલસાણીયા સભ્ય
૧૦) શ્રી વિઠૃલભાઇ આર.સભાડ સભ્ય
૧૧) શ્રી કિશોરભાઇ જે.લાલાણી સભ્ય
૧ર) શ્રી રોહીતભાઇ ઓધવજીભાઇ જાદવ સભ્ય
૧૩) શ્રી હિતેશભાઇ પી.સીંગલ સભ્ય
૧૪) શ્રી રાજભાઇ જે.પરમાર સભ્ય
૧પ) શ્રી દિપકભાઇ એસ.ડાભી સભ્ય
૧૬) શ્રી પાયલબેન હરેશભાઇ જીડીયા મહિલા મંત્રી
૧૭) શ્રી ધર્મિષ્ઠાબેન એચ.મહેતા મહિલા સહમંત્રી
૧૮) શ્રી રૂપલબેન પંડયા મહિલા સહમંત્રી
૧૯) શ્રી કનકબેન બી.સાપરા વિશેષ આમંત્રિત સભ્ય
અહેવાલ :કનુભાઈ ખાચર બોટાદ