બ્રહ્માકુમારીઝ બોટાદ સેવા કેન્દ્ર દ્વારા સમર કેમ્પ ની પૂર્ણાહુતિ કરાઈ….

બ્રહ્માકુમારીઝ બોટાદ સેવા કેન્દ્ર દ્વારા સમર કેમ્પ ની પૂર્ણાહુતિ કરાઈ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય બોટાદ સેવા કેન્દ્ર દ્વારા ભાવનગર રોડ અને પંજવાણી કાંટા પાસે પાંચ દિવસીય સમર કેમ્પ નું સુંદર આયોજન કરવામાં આવેલું હતું જેમાં બાળકોનો સર્વાંગી , આધ્યાત્મિક વિકાસ,નૈતિક મૂલ્ય સફળ જીવન બને એવા અલગ અલગ વિષય દ્વારા બી.કે. દર્શનાબેન,બી.કે. રંજનબેન દ્વારા સમજૂતી આપવામાં આવી હતી . ડો.પારૂલબેન અને ડો.ચાંદની બેન દ્વારા દાંતની જાણવણી બાબતે સમજણ આપવામાં આવેલ. તથા યોગા ટીચર અર્જુનભાઈ અને ટીમ દ્વારા યોગા નું સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે પારુલબેન પટેલ એ બાળકોને ભિન્ન ભિન્ન એક્ટિવિટી કરાવી અને પૂર્ણાહતીના દિવસે વિરેન્દ્રભાઈ ભાટી અને બ્ર.કુ. કિર્તીભાઈ પટેલ દ્વારા બાળકોને શુભેચ્છા આપવામાં આવેલ. તેમજ બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર ના સંચાલિકા બ્ર.કુ.નીતાબેન અને બ્ર.કુ. વર્ષાબેન દ્વારા બાળકોને સર્ટીફીકેટ અને ઈશ્વરીય સોગાત અર્પણ કરવામાં આવી. અંતમાં બાળકો એ પોતાનો અનુભવ સંભળાવ્યો
અહેવાલ :કનુભાઈ ખાચર બોટાદ