ચોટીલામાં રાહત દરે ૫૦૦૦ ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું..

ચોટીલામાં રાહત દરે ૫૦૦૦ ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું.આગામી સમયમાં ફરીવાર નોટબુક અને ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું.ચોટીલામાં અનેકવિધ સેવાકીય પ્રવુતિઓ કરતી રામ-રહીમ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને મદદરૂપ થવાના હેતુથી દર વર્ષે રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે વેકેશન પહેલા જ ફુલસ્કેપ ચોપડાનું વિતરણ સંસ્થા કાર્યાલય ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં ૫૦૦૦ થી વધુ ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યનો મુખ્ય લાભ ચોટીલાના વતની હાલ અમદાવાદ રહેતા નિલેશભાઈ અંબાલાલભાઈ ખંધાર પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે. તેમજ ચોટીલાના અલગ અલગ વેપારીઓ દ્વારા પણ પોતાના ધંધા રોજગારની જાહેરાત અને સ્વજનોને શ્રધાંજલિની એડ આપીને સહયોગ આપવામાં આવ્યો છે. જેના કારણે આ ચોપડા પડતર કિંમત કરતા સસ્તા વિદ્યાથીઓને આપવામાં આવ્યા હતા. અને આગામી નવું શૈક્ષણિક સત્ર ચાલુ થતાં પહેલા ફરીવાર નોટબુક અને ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવશે તેમ ટ્રસ્ટ દ્વારા જણાવેલ છે.
એહવાલ :મુનાફ કલાડીયા ચોટીલા સુરેન્દ્રનગર