નખત્રણામાં આજે સવારના 09:00 વાગ્યાથી વહીવટી તંત્ર દબાણ હટાવવાની કામગીરીમાં લાગ્યું..

નખત્રણામાં આજે સવારના 09:00 વાગ્યાથી વહીવટી તંત્ર દબાણ હટાવવાની કામગીરીમાં લાગ્યું હતું નખત્રાણા ના સર્કિટ હાઉસથી એસટી વર્કશોપ સુધી ના નડતરરૂપ દબાણો તંત્ર હટાવ્યા હતા અને સરકારની કરોડો રૂપિયાની જમીન ખુલી કરાવી હતી કેબીનો અને લારીવાળા એ સ્વેચ્છિક હટાવી લીધી હતી જ્યારે મોટા કોમર્શિયલ દબાણોને જેસીબી ઇટાચી ની મદદથી તોડવા પડ્યા હતા. નખત્રાણા પ્રાંત અધિકારી સુરજકુમાર સુથાર મામલતદાર ભરતભાઈ શાહ મામલતદાર સંજય પરીખ પ્રાંત અધિકારી ભાવિન કાંધાણી પી.આઈ એએમ મકવાણા પીએસઆઇ એમ એ સામરા સહિતનોxs પોલીસ સ્ટાફ રેવન્યુ તંત્ર મામલતદાર કચેરી નો સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો અને નોટિસ આપેલા તમામ દબાણોને હટાવવામાં આવ્યા હતા હજુ પણ પાણીના વેણ પરના દબાણો જણાશે તો હટાવવામાં આવશે તેમજ ટ્રાફિકને નડતરરૂપ દબાણો પણ ચોક્કસથી હટાવવામાં આવશે એવું મામલતદાર એ જણાવ્યું હતું આ કામગીરીમાં લોકોએ સહયોગ કર્યો હતો અને પ્રથમથી જ એસટી વર્કશોપ પાસેથી પોતાનો માલસામાન હટાવી લીધો હતો મોટા વોરંડા તેમજ કોમર્શિયલ બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા.
અહેવાલ : સી. કે. નાથ કચ્છ