સોમનાથ સાગર દર્શન હોલ ખાતે રામકથા કરવામાં આવી સ્વ.ભાનુબેન કુહાડા ના સ્મરણાર્થે કથા નું આયોજન કરવામાં આવ્યું

સોમનાથ સાગર દર્શન હોલ ખાતે રામકથા કરવામાં આવી સ્વ.ભાનુબેન કુહાડા ના સ્મરણાર્થે કથા નું આયોજન કરવામાં આવ્યું
કથા મા વેરાવળ ના અગ્રણીઓ ઉપસ્થિત રહયાપ્ર.ભાસ ક્ષેત્ર માં બાર જ્યોર્તિલિંગ માનિ પ્રથમ જ્યોર્તિલિંગ આવેલ શ્રી સોમનાથ મહાદેવ મંદિર નાં સાનિધ્યમાઁ સાગર દર્શન હોલ ખાતે સ્વ.ભાનુ માં મોહનભાઈ કુહાડા નાં સ્મરણાર્થે શ્રી વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિંદુ સેવા સમાજ તથા સ્વ મોહનભાઈ કાનજીભાઈ કુહાડા મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા અખિલ ગુજરાત માછીમાર મહામંડળ નાં પ્રમુખ શ્રી કિશોરભાઈ કુહાડા તેમજ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઇ કુહાડા નાં અધ્યક્ષ સ્થાને આયોજિત શ્રી રામ કથા નાં આજે છઠા માં દિવસે શ્રી રામ્રામ કથા પ્રારંભ કરેલ આજ નાં પ્રસંગો માં શ્રી રામ ની સાથે નાં ભરત મિલાપ નો પ્રસંગ હતો જેમાં કુહાડા પરિવાર દ્વારા શ્રી રામ તેમજ ભરત વગેરે નાં પાત્રો સ્ટેજ પર રજુ કરવા માં આવેલ ત્યાર બાદ કથા ને વિરામ આપેલ આજના દિવસે રામકથા દરમ્યાન સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર દીપકભાઈ ગોહિલ એ સંચાલન કરેલ તેમજ આજના દિવસે ઉપપસ્થિત સર્વે શ્રી મહાનુભાવો માં. જુનાગઢ-ગીર સોમનાથ જિલ્લા ભાજપ ના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, વેરાવળ નગરપાલિકાના પ્રમુખ પલ્લી બેન જાની, પૂર્વ ઉપપ્રમુખ જયદેવભાઈ જાની, સોમનાથ ટ્રસ્ટ ના જનલર મેનેજર વિજયભાઈ ચાવડા, એસટેક ઓફિસ સુરેન્દ્રસિંહ જાડેજા, ચીફ ઓફિસ અજયભાઇ દુબે, તથા મયુરભાઈ પ્રચક, જીતુપુરી બાપુ, વણાકબારા ખારવા સમાજના પટેલ કીર્તિભાઈ ગોહેલ, વણાકબારા બોટ એસોસિઅન ના પ્રમુખ દિનેશભાઈ પાંજરી, ર્ડો.વિક્રાંતભાઈ પાઠક (વિકીબાપા) વેરાવળ સમસ્ત ખારવા સમાજના ગોરબાપા યોગેશભાઈ જોશી, અખિલ સમસ્ત વાઝા સમાજ ગુજરાત ના ઉપ પ્રમુખ શ્રી મોહનભાઈ ડી ધેરવડા, વેરાવળ વાઝા દરજી સમાજ પ્રમુખશ્રી કિશોરભાઈ એમ ચાવડા, વેરાવળ વાઝા દરજી સમાજ ઉપ પ્રમુખ શ્રી હસમુખભાઇ વઠવાણા, તથા કમેટી સભ્યો, નાલંદા સ્કૂલ અને છાત્રાલય વેરાવળ ના ટ્રસ્ટી શ્રી દિલસુખભાઈ મહેતા, હિરેનભાઈ મહેતા, વગેરે નું અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા દ્વારા સાલ ઓઢાડી અને આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખારવા સમાજના મોમેન્ટો આપી આગેવાન શ્રીઓ, તથા તમામ કુહાડા પરિવારના ભાઈઓ બહેનો તેમજ બહોળી સંખ્યામાં હિન્દુ સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ અખબાર યાદી શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ પ્રકાશભાઈ માલમડી દ્વારા જણાવવામાં આવે છે
રીપોટર -તુલસીભાઇ એ ચાવડા ગીર સોમનાથ