E-Paper

ઉપવાસ પર્વ નિમિત્તે કાર્યક્રમની રૂપરેખા..

 

ઉપવાસ પર્વ નિમિત્તે કાર્યક્રમની રૂપરેખા*

☀️ *શ્રી નવા સુરજદેવળ મંદિર એટલે કાઠી ક્ષત્રિય સમાજનું આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર અને એકતાનું પ્રતિક જેમાં ભગવાન શ્રી સૂર્યનારાયણની આસ્થાએ વર્ષોથી ચાલી આવતી ઐતિહાસિક પરંપરા એટલે કે સાડા ત્રણ દિવસના ઉપવાસ હોય છે જેમાં નાના બાળકોથી વડીલો ઉપવાસ રહેતા હોય તેમ જ માતાઓ બહેનો પણ ઘરે રહીને ઉપવાસ કરતા હોય છે જેમાં સાડા ત્રણ દિવસ ફક્ત પ્રવાહી ઉપર જ રહેવાનું હોય છે અને પૂરી શ્રદ્ધા ભક્તિ ભાવથી ઉપાસના અને ઉપવાસ કરીને ભગવાન શ્રી સૂર્યનારાયણને રીઝવવાના હોય છે.*

 

☀️ *તા.28.4.2025. રોજ વહેલી સવારે રાત્રિના 12:15 કલાકે શ્રી નવા સુરજ દેવળ મંદિર ભૂમિ દાતાશ્રી સ્વ.દ.શ્રી રાણીગબાપુ સોમલાબાપુ ખાચર (ચોટીલા) તેમના પરિવાર હસ્તે ભગવાન શ્રી સૂર્યનારાયણના ચરણોમાં દીપ પ્રાગટ્ય કરી અને ઉપવાસની શરૂઆત કરવામાં આવશે.*

 

☀️ *તારીખ 28.4.2025 ના સવારે 9:30 કલાકે. ગામ. નાવા થી ચોટીલા રાજવી પરિવારના દ.શ્રી બળવીરભાઈ ખાચર અને દ.શ્રી જયદીપભાઇ ખાચર તેમજ ગામ નાવાના તમામ ગ્રામજનો દ્વારા રામજી મંદિર થી શ્રી સૂર્યરથ શોભાયાત્રા નું સ્વાગત કરી અને સૂર્યરથ શોભાયાત્રા ને શ્રી નવા સુરજદેવળ મંદિર તરફ ધામધૂમ પૂર્વક પ્રસ્થાન કરાવશે જેમાં ઘોડેસવારો કાઠી દરબારો સૂર્ય ઉપાસકો ધર્મ પ્રેમી જનતા મોટી સંખ્યામાં જોડાશે.*

 

☀️ *તારીખ 28.4.2025ના સવારે 10:30 કલાકે સમસ્ત જીવ સૃષ્ટિ કલ્યાણ અર્થે મંદિર પટાંગણમાં વિદ્વાન બ્રાહ્મણશ્રી ઓ દ્વારા મંત્ર જાપ સાથે યજ્ઞ. હવન કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં કાઠી દરબારો યજ્ઞમાં આહુતિ આપશે.*

 

☀️ *તારીખ 30.4.2025 ના રોજ રાત્રે 9:30 કલાકે શ્રી નવા સુરજદેવળ મંદિર ગૌશાળા ના લાભાર્થે ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકારો ડાયરાની રમઝટ બોલાવશે.*

 

☀️ *તારીખ 1.5.2025 ના રોજ બપોરે 12:30 કલાકે બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રો શ્વાર સાથે યજ્ઞમાં સૂર્ય ઉપાસકો દ્વારા બિંડુ હોમવામાં આવશે ત્યાર પછી ઉપવાસના સાડા ત્રણ દિવસના પારણા કરવામાં આવશે. તમામ ઉપવાસી વડીલો ભાઈઓ તેમજ દર્શનાર્થીઓ મહાપ્રસાદ લઈ અને ધન્યતા અનુભવશે ,*

 

☀️:*ઉપવાસ પર્વ નિમિત્તે ચાલનારા સાડા ત્રણ દિવસના કાર્યક્રમમાં પૂજ્ય સંતો મહંતો. ચારણ જગદંબાવો તેમજ સામાજિક. રાજકીય આગેવાનો ઉપવાસના દિવસોમાં દર્શનાર્થે પધારતા હોય છે તેમજ મોટી સંખ્યામાં કાઠી દરબારો મંદિર પટાગણમાં રહીને જ ઉપવાસ સાથે નામજાપ સાથે 24 કલાક માળા ફેરવતા હોય છે અને ઉપાસના કરતા હોય છે મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય અને આરતીનો લાહવો લેતા હોય છે. જય સૂર્યદેવ.* 🙏

 

 

 

એહવાલ મુનાફ કલાડીયા ચોટીલા સુરેન્દ્રનગર 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!