E-Paper

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં રાજયની પ્રથમ મહેસુલી ચેકપોસ્ટ શરૂ કરાઇ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના જામવાડી અને ભડુંલા વિસ્તારમાં ચોટીલા ડેપ્યુટી કલેકટર એચ. ટી. મકવાણાની ટીમે કરોડો રૂપિયાની ખનીજ ચોરી ઝડપી લીધી હતી. અગાઉ ખનીજચોરીની રેડ બાદ તુરંત જ ખનીજ ચોરી ફરીથી શરુ થઈ જતી હતી. ત્યારે ખનીજ ચોરી કાયમી બંધ થાય અને સરકારી કુદરતી સંપતિને થતું નુકશાન અટકાવાય એ માટે જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલ, ચોટીલા ડેપ્યુટી કલેકટર એચ. ટી. મકવાણા દ્વારા થાનગઢના જામવાડી-ભડુંલા વિસ્તારમાં ચેક પોસ્ટ ઉભી કરી 24 કલાક બાજ નજર રાખવાનું શરૂ કરી દીધું છે. આમ થાનગઢમાં રાજ્યની પ્રથમ મહેસુલી ચેકપોસ્ટ શરૂ કરાતા ખનીજ માફિયાઓ માં ભારે ફફળાટ ફેલાયો છે.

છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાઓનો આતંક સામે આવી રહ્યો હતો. ખાણ અને ખનીજ વિભાગ દ્વારા સતત દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખનિજ ચોરી અટકાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત મહેસુલી ચોકી ઉભી કરવામાં આવી છે. થાનગઢ તાલુકાના જામવાડી અને ભાડુલા વિસ્તારમાં ખનિજ ચોરી પર દરોડા બાદ મહેસુલી ચોકી ઉભી કરવામાં આવી છે. મહેસુલી ચોકી પર તંત્રના અધિકારીઓ હાજર રહેશે. ખનિજ ચોરી મામલે તંત્રએ વધુ એક એક્શન પ્લાન ત્યાર કરવામાં આવ્યો છે. મામલતદાર સહિતના અધિકારીઓ મહેસુલી ચોકી પર હાજર રહેશે. હવે ખનિજ ચોરી કરનારાઓ ની ખેર નથી.

ખનિજ ચોરી અટકાવવા માટે ફરી ચોટીલા પ્રાંત અધિકારીએ થાનગઢ વિસ્તારમાં અડીગો જમાવ્યો છે. ગુજરાતમાં પ્રથમ વખત ખનિજ ચોરી અટકાવવા માટે મહેસુલી ચોકી ઉભી કરવામાં આવી હોવાનું જણાય છે. મહેસુલી ચોકી ઉભી કર્યા બાદ ચોટીલા પ્રાંત અધિકારી હરેસ મકવાણાએ કડક સૂચના આપી છે.

 

અહેવાલ મુનાફ કલાડિયા ચોટીલા સુરેન્દ્રનગર.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!