જામનગર બાલા હનુમાન મંદિર ના હરિભક્તો દ્વારા પૂ.પ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ નો ૫૫મી પુણ્યતિથિ ઉત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી

આજ રોજ તારીખ ૧૮/૪/૨૫ના રોજ જામનગર બાલા હનુમાન મંદિરના હરિભક્તો દ્વારા પ.પૂ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ ની ૫૫મી પુણ્યતિથિ ઉત્સવ ઉજવણી કરવામાં આવલ જામનગર ખાતે શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ અને વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા દ્વારા પૂ.પ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ ની ૫૫મી પુણ્યતિથિ ઉત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા મા કુહાડા બઘું દ્વારા મોકલેલ દૂત દિનેશભાઈ કોટીયા દ્વારા તમામ હરિભક્તો નું ઠંડા પીણાથી સ્વાગત કરવામાં આવ્યુ આ પ્રસંગે વેરાવળ સમસ્ત ખારવા સમાજના અગ્રણી દિનેશભાઈ કોટીયા, તેમજ તેમના મિત્ર હરિભાઈ ચુડાસમા, વિનુભાઈ બામણીયા, સાહીલભાઈ બામણીયા, ઉત્તમભાઈ બારીયા, જામનગર ખારવા સમાજના પટેલ ઉમેદભાઈ ગીરનારી, દ્વારા ખૂબ સેવા આપવામાં આવી તેમજ ગુજરાત તથા સૌરાષ્ટ્ર નાં ગામે ગામ ના લોકો પણ આ શોભાયાત્રા માં ડીજે તેમજ રામનામ રામધૂન બોલાવી ઝૂમી ઉઠેલ તેમજ લાખો ની સંખ્યા માં ગુજરાત ના તમામ ધૂન મંડળના ભાઈઓ. બહેનો આ શોભાયાત્રા જોડાયા હતા
અહેવાલ : તુલસીભાઇ એ ચાવડા ગીર સોમનાથ