ઝાલોદમાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત:

ઝાલોદમાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત:
બે બાઇક સવાર પૈકી એકનું મોત, બીજો ઘાયલ; ચાલક વિરુદ્ધ ગુનો દાખલ.દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના દેપાડા ગામે ગંભીર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે બાઇકને અડફેટે લેતા એક વ્યકિ્તનું મોત નિપજ્યું છે. કચુંબર ગામના આમલા ફળિયાના અજયભાઈ મુકેશભાઈ અને કિશનભાઈ રામુભાઈ પરમાર બાઇક પર સવાર હતા. તેઓ કચુંબર ગામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ટ્રક ચાલકે બેદરકારીથી વાહન ચલાવતા બાઇકને ટક્કર મારી હતી.
અકસ્માતમાં બંને વ્યકિ્તઓ બાઇક પરથી ફંગોળાઈને જમીન પર પટકાયા હતા. કિશનભાઈને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અજયભાઈને પણ ઈજાઓ થતાં તેમને નજીકની હોસિ્પટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ધીરૂભાઈ કાળુભાઈ પરમારે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અહેવાલ : રાજકુમાર પરિહાર દાહોદ