સરકારી શાળા શ્રેષ્ઠ શાળાનું ઉત્તમ ઉદાહરણ એટલે સુત્રાપાડાની લાખાપરા પ્રાથમિક શાળા

સરકારી શાળા શ્રેષ્ઠ શાળાનું ઉત્તમ ઉદાહરણ એટલે સુત્રાપાડાની લાખાપરા પ્રાથમિક શાળા ગુજરાતનું ગૌરવ એટલે ભાર્ગવ વાળા છેવાડાના ગામનો સફળ બાળક પ્રજા અને સરકારની આકાંક્ષાઓને આકાર આપતી સરકારી શાળાઓ ઓલ ધી બેસ્ટ
એક કવિના શબ્દો છે ” તમે અમને નાખો આગમાં, અમો આગને પણ ફેરવીશું બાગમાં” ગમે તેવી કઠિન પરિસ્થિતિ અને સમસ્યાઓમાં સકારાત્મક રીતે કંટક પંથને પ્રગતિના પુષ્પ પંથમા પરિવર્તન કરનાર સરકારી શાળા શિક્ષક વિધાર્થી અને તંત્રને શત શત વંદન સર્વત્ર સરકારી શાળાઓ અને શિક્ષકો વિશે ખૂબ ટીકા ટિપ્પણીઓ બાદ જયારે સરકારી શાળાના બાળકો જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પ્રથમ પંક્તિ અને પ્રથમ ક્રમાંકે આવ્યા તો ગુજરાત રાજ્ય જ નહિ સમગ્ર દેશની આંખો ઉઘડી ગઈ….. સરકારી શાળાઓના વિશે સરકાર, સમાજ, તંત્ર અને સર્વ વિધાર્થી જગતનો દ્રષ્ટ્રિકોણ પરિવર્તન થયો. આજે આપણે વાત કરવાની છે પ્રાથમિક શિક્ષણમાં સરકાર દ્વારા જાહેર પરીક્ષાનું પ્રતિવર્ષ આયોજન થાય છે અને આ આયોજન ખૂબ જ ગંભીર અને શિસ્તબદ્ધ રીતે કરવામાં આવે છે. ખરેખર આ પરીક્ષામાં પાસ થવું તથા ઊંચા ગુણો પ્રાપ્ત કરવા ગર્વની બાબત ગણાય. અનેક લોકોના કાયમી ભ્રમ આ પરીક્ષાઓ દ્વારા તૂટીને ચકનાચૂર બની ગયા. અને સર્વને લાગ્યુ કે ખરેખર સરકારી શાળા જ શ્રેષ્ઠ છે. આ વખતે કેટલાક અપવાદરૂપ અપવાદોના વાદને જાકારો આપીને ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાની લાખાપરા પ્રા. શાળા નો સરકારી શાળાનો વિદ્યાર્થી ગીર સોમનાથ જિલ્લાના ગુજરાતમાં પ્રથમ સરકારી શાળાનો વિદ્યાર્થી પસંદ થયેલ છે.. તથા આઠ વિધાર્થીઓ પણ ઉતીર્ણ થયેલ છે. આ વીજળીના ઝબકારા એ એવો કડાકો બોલાવ્યો કે ખાનગી ક્ષેત્ર જ નહિ સમગ્ર લોકોએ પણ અનેક શુભકામનાઓ પાઠવી હતી. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (જ્ઞાન સેતુ) પરીક્ષામાં એટલે કે CET રાજ્ય કક્ષાએ જાહેર પરીક્ષા છે જેમાથી રાજ્યના શ્રેષ્ઠ વિધાર્થીઓની પસંદગી થતી હોય છે, ત્યારે આ પરીક્ષા અતિ કઠિન અને સામાન્ય બાળકોની સમજ શક્તિઓ કરતા વિશેષ કૌશલ્ય સભર હોય છે તેવામાં આવી પરીક્ષામાં પાસ થવું જ ભાગ્યની વાત છે તેવામાં ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના છેવાડાના ગામમાં એક વિધાર્થી માત્ર પરીક્ષામાં સહભાગી જ થતો નથી તે સફળતા પ્રાપ્ત કરી સમગ્ર સુત્રાપાડા પંથક અને ગીર સોમનાથ જિલ્લાનું ગૌરવ વધારે છે. સુત્રાપાડા તાલુકાની લાખાપરા પ્રાથમિક શાળાનો સરકારી શાળાનો વિદ્યાર્થી ગીર સોમનાથ જિલ્લાના ગુજરાતમાં પ્રથમ. સરકારી શાળા, સરકારી શિક્ષક અને સરકારી શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓની વર્તૂણક વ્યવહાર અને વિકાસની નૂતન દિશાઓનું સમયની સાથે પરિવર્તન અને નવીન શિક્ષણ પદ્ધતિઓ તથા સરકારની વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓ દ્વારા રાષ્ટ્ર વિકાસની દિશામાં અગ્રેસર બની રહ્યુ છે તે બાબત દેશ અને દુનિયામાં સર્વ સ્વીકાર્ય બાબત બની છે. હજારો, લાખો રૂપિયાનો ખર્ચ કરીને પ્રાઈવેટ સ્કૂલોની રીતિનીતિઓને ખોટી પાડીને સરકારી શાળાઓ આજે અગ્રેસર છે પણ સત્ય એ પણ છે કે ગુજરાતના સરકારી શાળાના ઉત્તમ કોટિના વિધાર્થીઓને પ્રાઈવેટ સ્કૂલોમાં લઈ જવામાં આવે છે ત્યારે સરકારશ્રી આવા વિધાર્થીઓ માટે ખાસ પેકેજ આપી જે તે શાળામાં પણ પ્રાઈવેટ કરતા વધારે સારી રીતે વિધાર્થી નિર્માણ કરવાની સકારાત્મક તક આપી શકાય છે તે બાબત પણ ગંભીરતાથી વિચારી શકાય તેવી છે. સરકારી શાળાઓમાં જ અધતન સુવિધાઓ નિર્માણ કેમ ના કરી શકાય? આવી બાબતો આજે જયારે ગુજરાતની સરકારી શાળાઓ શિક્ષકો અને સમગ્ર અધિકારી વર્ગ પુરુષાર્થ કરી પ્રગતિ કરી વિધાર્થી નિર્માણનું કાર્ય કરી રહ્યો છે એક સાચી દિશામાં મહેનત કરી રહ્યો છે ત્યારે સમગ્ર સમાજ અને સરકારે તંત્રએ સમગ્ર વ્યવસ્થાપન અને શાળા, શિક્ષકો અને વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવા જરૂરી બની જાય છે. પુન: લાખાપરા સરકારી પ્રાથમિક શાળાના વિધાર્થી ભાર્ગવ વાળાને શાળા પરિવારને તંત્રને અને તેના વાલીને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ
બીયુરોચીફ :તુલસી ભાઇ એ ચાવડા ગીર સોમનાથ