પાલનહાર શ્રી રામ ભગવાન ની જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી..

આપણો ધર્મ અને આપણો દેશ સ્વર્ગથી પણ મહાન છે આ સનાતન ધર્મ અને આ ભારતભૂમિ પર જન્મ લીધો એ આપણા ગોરવની વાત છે આખા વિશ્વને જીવન જીવવાની ઉદ્દેશ આપ્યો એવા જગત ના પાલનહાર શ્રી રામ ભગવાન ની જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી..અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ-બાબરકોટ તેમજ બાબરકોટ ગામ સમસ્ત રામનવમી ના દિવસે ડીજે ની સાથે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામા આવ્યું હતું.જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ભગવાન શ્રી રામ ના જન્મ દિવસ નિમિતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ ગામ સમસ્ત 42 મીજન્મ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું બપોર ના ત્રણ વાગે થી રાતના નવ વાગે સુધી ફેરવવામાં આવી હતી.બાબરકોટ ગામ ના ઠાકર ભગવાન ના મંદિર થી નીકળી અને પૂરા ગામમાં રામ ભકતો સાથે મળી ને ડીજે ની સાથે શોભાયાત્રા ગલી ગલી તેમજ શેરી યો માં ફેરવવામાં આવી હતી.ડીજે ના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને ગ્રામજનો તેમજ આજુ બાજુ ગામ ના લોકો મળી ને જય શ્રી રામ ના સૂત્ર સાથે રામ ભકતો અને સાથો સાથ ગામના મંડળો તેમજ મહિલા મંડળ અને ગામના આગેવાનો,વડીલો, રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ને રામ ભગવાન ની શોભાયાત્રા કાઢવામાં આવી અને રામ ભગવાન ના શેરીએ શેરીએ દર્શન કરાવ્યા હતા.બાબરકોટ ગામે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા ખૂબ સારી રીતે ધામ ધૂમ થી ભગવાન શ્રી રામ નો જન્મ દિવસ મનાવવામાં આવ્યો હતો પોલીસ બંધોબસ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
અહેવાલ ..ભૂપત સાંખટ અમરેલી