E-Paper
બનાસકાંઠા મા બની ચોંકાવનારી ઘટના.ડીસા રેલવેસ્ટેશન ધુવા રોડ પર આવેલી દિપક ફટાકડા નામની ફેક્ટરીમાં લાગી ભયાનક આગ

બનાસકાંઠા મા બની ચોંકાવનારી ઘટના.ડીસા રેલવેસ્ટેશન ધુવા રોડ પર આવેલી દિપક ફટાકડા નામની ફેક્ટરીમાં લાગી ભયાનક આગ આગ બાદ ગોડાઉન મા મોટો બ્લાસ્ટ થતા ઘટના સ્થળેથી ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે.આની જાણ સ્થાનિક પોલીસ તેમજ ફાયર બ્રિગેટ ને થતા તંત્ર ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે.સમગ્ર ઘટનામાં સ્થાનિકોને જાણ થતા લોકોના પણ ઘટના સ્થળે ટોળેટોળા જોવા મળી રહ્યા છે.અત્યાર સુધી ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે ત્યારે હજુ પણ બીજા લોકો ફસાયા હોવાની આશંકા છે.તેને લઈ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.સવાર મા આટલી મોટી ઘટના કેવી તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી
અહેવાલ : શ્રવણસિંહ વાઘેલા ડીસા