જીવદયા એજ પ્રભુ સેવા…બોટાદ મુક્તિધામ માં છેલ્લા ૧૮ વર્ષ થી શ્વાન માટે રોટલા/ લાડુ નો સેવા યજ્ઞ

જીવદયા એજ પ્રભુ સેવા…બોટાદ મુક્તિધામ માં છેલ્લા ૧૮ વર્ષ થી શ્વાન માટે રોટલા/ લાડુ નો સેવા યજ્ઞ.જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા નવ નિર્મિત બોટાદ શહેર ની વિવિધ સંસ્થાઓ , વિવિધ સમાજ , નગર પાલિકા ના સહયોગ થી મુક્તિધામ ના પ્રણેતા સ્વપ્નદ્રષ્ટા શ્રી સી.એલ.ભીકડીયા ની અથાગ મહેનત થી ગુજરાત નું ગૌરવરૂપ સ્વર્ગસમુ સુંદર હરિયાળું તિર્થધામ મુક્તિધામ આકાર પામ્યું છે. આપણા શાસ્ત્રો માં અબોલ પશુઓ ની જીવ દયા સેવા નું અનોખું મહત્વ છે .આ મુક્તિધામ પરિસર માં પૂ.આંબારામ બાપુ ના આશીર્વાદ થી છેલ્લા ૧૮ વર્ષથી જીવદયા અંતર્ગત સિમ – વગડા ના કુતરાઓ માટે નિયમિત રોટલા અને દર રવિવારે લાડુ બનાવી વિતરણ કરવામાં આવે છે.
આ કાર્ય ની વિશેષતા એ છે રોટલા /લાડુ ફક્ત સેવાભાવી ભાઈઓ દ્વારા જ બનાવવામાં આવે છે.
પરમાત્મા ની કૃપાથી આ સેવાયજ્ઞ માં કોઈ દાતા પાસે હાથ લાંબો કરવો પડતો નથી પરંતુ અહીં ઘઉં , ગોળ , ઘી ,તેલ વસ્તુઓ સ્વૈચ્છિક આપી જાય છે. .જે એક ચમત્કાર થી કમ નથી .પરમાર્થ કાર્ય માં ભગવાન હંમેશા ભેળો ભળે છે તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે.
મોટા ભાગે અહીં રોકડ ને બદલે ઘઉં , લોટ , ગોળ ,ઘી ,તેલ વસ્તુઓ સ્વીકારાય છે.
દાન ભેટ માટે સંપર્ક આવકાર્ય : સી.એલ.ભીકડીયા Mo.9662514417 ઠે.મુક્તિધામ , નવ નાળા પાસે , હરણ કુઈ રોડ ,બોટાદ .
પરસોતમ ભાઈ સાકરિયા
Mo.9904060569
(ચામુંડા હાર્ડવેર ) બોટાદ
અહેવાલ કનુભાઈ ખાચર