અથાક પ્રયત્નોથી શું શું નથી મેળવી શકાતું! આ વાતનું ઉદાહરણ એટલે પાટણ હાજીપુરની આ ચાર સગી બહેનો, જ્યાં તેઓ આજે પોલીસ વિભાગમાં એક સાથે જ ભરતી થઇ છે.

અથાક પ્રયત્નોથી શું શું નથી મેળવી શકાતું! આ વાતનું ઉદાહરણ એટલે પાટણ હાજીપુરની આ ચાર સગી બહેનો, જ્યાં તેઓ આજે પોલીસ વિભાગમાં એક સાથે જ ભરતી થઇ છે.સામાન્ય પરિવારથી આવતી આ ચાર બહેનો જાગૃતિ, હિના, પ્રિયંકા અને હેતલ ચૌહાણ રમત ગમતમાં પણ હંમેશા આગળ રહેતી અને તેમના કોચ રમેશભાઈ દેસાઈના માર્ગદર્શનમાં તેમણે ખેલ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની પણ તૈયારી કરી.તઅથાક પ્રયત્નોથી શું શું નથી મેળવી શકાતું! આ વાતનું ઉદાહરણ એટલે પાટણ હાજીપુરની આ ચાર સગી બહેનો, જ્યાં તેઓ આજે પોલીસ વિભાગમાં એક સાથે જ ભરતી થઇ છે.મના પિતા ઈશ્વરભાઈ ચૌહાણ પલમ્બરનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે પણ તેમણે તેમની દીકરીઓના શિક્ષણમાં કોઈ કસર છોડી નહિ. તેમણે ચારે દીકરીઓને ઉત્તમ શિક્ષણ આપી તેમને આ લાયક બનાવી અને ચાર બહેનોએ પણ માતા પિતાના આજ સંઘર્ષને સફળતામાં બદલી નાખ્યું.
આજે આ ચારે બેહનો આજે બિનહથિયારી પોલીસમાં મેહસાણા, અમદાવાદ અને ગાંધીનગરમાં નિમણુંક લઈને ફરજ બજાવી રહી છે. તેમના જુસ્સા અને મહેનતથી તેઓ સમાજ માટે એક ઉદાહરણ બની ગઈ છે.
આ ચારે બહેનોની કહાની આ વાતને સિદ્ધ કરે છે કે અથાક પરિશ્રમ અને યોગ્ય માર્ગદર્શન એક સાથે આવે તો કઈ પણ અશક્ય નથી.